સમગ્ર ભારતના ૩૦૦૦ પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી સાવરકુંડલાનો નેવિલ કમલેશભાઈ નાકરાણી ગુજરાતમાં પ્રથમ રનર-અપ બન્યો છે. વડોદરામાં યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સાવરકુંડલાના પાંચ બાળકોએ પેન, પેપર કે કેલ્ક્યુલેટર વિના માત્ર આઠ મિનિટમાં ૨૦૦ જેટલા ગણિતના દાખલા ઉકેલ્યા હતા. આ જ સ્પર્ધામાં મોહમ્મદ હમઝા દ્વિતીય, શ્યામ ચોંડીગળા તૃતીય, હેની કોટડીયા ચોથા ક્રમે આવ્યા હતા અને દર્શિતા બગડા ઝોનલ ટ્રોફી વિનર બની હતી.