ચલાલાના ધારી રોડ પર આવેલા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે આગામી ૦૮-૦૭-૨૦૨૬, બુધવારના રોજ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૯૨મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ કેમ્પનું આયોજન કરાયું છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ અને જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના સહયોગથી યોજાનારા આ કેમ્પમાં ફેકો મશીન દ્વારા ઓપરેશન અને નેત્રમણી મૂકવાની સુવિધા, દાંતની સારવાર તેમજ શ્વાસ, ડાયાબિટીસ જેવા વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસ અને દવાઓ અપાશે. અનિમેશભાઈના ૬૦માં જન્મદિવસ નિમિત્તે તન્ના પરિવારના આર્થિક સહયોગથી આયોજિત આ કેમ્પનો લાભ લેવા આવતા દર્દીઓએ પોતાના ઓળખપત્ર (આધારકાર્ડ)ની ૩ ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે.