લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બુધવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કર્યા બાદ તેઓ મહેસાણા જિલ્લાના વડનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યોજાઈ રહેલા ૧૦ દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે યજ્ઞશાળાની પરિક્રમા કરી દેશ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી
ગુજરાતની મુલાકાત દરમિયાન ઓમ બિરલાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપÂસ્થત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ લોકસભા અધ્યક્ષ વડનગર જવા રવાના થયા હતા.
વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ૧૧ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી ૧૦ દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કાંચી કામકોટી પીઠના જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ મહાયજ્ઞનો ઉદ્દેશ્ય વૈÂશ્વક શાંતિ અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. આ ધાર્મિક આયોજનમાં દેશભરના ૧૪૪ વૈદિક વિદ્વાનો ભાગ લઈ રહ્યા છે.
ઓમ બિરલાએ મહાયજ્ઞમાં ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને આધ્યાÂત્મક સંવાદ કર્યો હતો.
વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં ભાગ લીધા બાદ લોકસભા અધ્યક્ષે વડનગરના પ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં હતાં. તેમણે નિર્ધારિત વિધિ મુજબ ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ હરિભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.