અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂના વાહનોની લે-વેંચ તથા ભાડે આપવાનો વ્યવસાય કરતા ઈસમો સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારી આદેશો અને જાહેરનામાની અવગણના કરવા બદલ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, વાહનોનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ન થાય તે માટે રજિસ્ટરની જાળવણી ખૂબ જ જરૂરી છે, અને ભવિષ્યમાં પણ આવા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.






































