રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજ, રાજુલા ખાતે ઉદ્યોગ અને યુવા રોજગાર વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં સી.ઈ.ડી. ભાવનગરના સી.ઈ.ઓ. ડો. વિમલભાઈ જગડના અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન આપવામાં આવ્યુ. મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ અને સુતરની આંટીથી કરવામાં આવેલ. કોલેજ પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે શાબ્દિક સ્વાગત કરેલ. ડો. જગડે બહેનોને લઘુ ઉદ્યોગ, સરકારી સહાય, સબસિડી અને સ્વાવલંબનના વિવિધ માર્ગો વિશે માહિતી આપેલ. સફળ મહિલા ઉદ્યોગકારોના ઉદાહરણો પણ રજૂ કરાયા હતા. વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોતરી કરી હતી.








































