લાયન્સ કલબ ઓફ અમરેલી(સીટી)નો તા.૧રને રવિવારના રોજ સાંજના પઃ૩૦ કલાકે પટેલવાડી ગજેરાપરા ખાતે યોજાશે. લાયન્સ કલબ સીટી નવા હોદેદારોમાં લા.નરોત્તમભાઈ સાકરીયા, સેક્રટરી લા. દિનેશભાઈ સોરઠીયા, ટ્રેઝરર. લા. વિનોદભાઈ આદ્રોજાની ટીમ શપથગ્રહ કરશે. આ કાર્યક્રમનાં ઉદઘાટક તરીકે ઉર્જા મંત્રી કૌશીક વેકરીયા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી રહેશે.ઈન્સ્ટોલીંગ ઓફિસ લા. કમલેશ શાહ રહેશે. સંત ડો. રતીદાદા મહેતા આશીર્વચન પાઠવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાસંદ ભરત સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, અમરેલી પાલીકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, પૂર્વ સાસંદ નારણભાઈ કાછડીયા, ડિસ્ટ્રીક ગર્વનર ર૦ર૧-રર વસંત મોવલીયા, પી.પી. સોજીત્રા, અશ્વિનભાઈ સાવલીયા, અતુલભાઈ કાનાણી, ડી.કે રૈયાણી, દિપકભાઈ માલાણી, મુકેશભાઈ સંઘાણી, શરદ ધાનાણી, મનીષ સંઘાણી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તત્કાલીન પ્રમુખ લા. ઋજુલ ગોંડલીયા, લા. પરેશ કાનપરીયા, લા. અશ્વિન ડોડીયાએ આમંત્રણ પાઠવ્યુ છે.