સુરત શહેરમાં દેહવ્યાપારના અડ્ડાઓ સામે પોલીસ સતત લાલ આંખ કરી રહી છે. આ કડીમાં સુરતની પાલ પોલીસે એક મોટી સફળતા મેળવતા ગોલ્ડન સિટી હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્‌સએપના માધ્યમથી ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વોટ્‌સએપના માધ્યમથી ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા દલાલો ગ્રાહકો મેળવવા અને સોદો નક્કી કરવા માટે તદ્દન આધુનિક અને ડિજિટલ પેટર્નનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, પાલ પોલીસે ગોલ્ડન સિટી હોટલ પર દરોડા પાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, દલાલ મુકેશ પવાર ગ્રાહકોને વોટ્‌સએપ પર યુવતીઓના ફોટા મોકલીને સોદો નક્કી કરતો હતો. આ કિસ્સામાં દલાલ દ્વારા ૭,૦૦૦ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન દલાલ મુકેશ પવારને રંગે હાથે ઝડપી લીધો હતો.પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે, દલાલ મુકેશ પવાર ખૂબ જ સાવચેતીથી કામ કરતો હતો. તે ગ્રાહકો સાથે વોટ્‌સએપ પર સંપર્ક કરી ફોટા મોકલતો અને સોદો ફાઈનલ થયા બાદ પોતે જ લલનાને લોકેશન પર એટલે કે હોટલ સુધી મૂકવા આવતો હતો. પોલીસના મતે, આ એક સુનિયોજિત નેટવર્ક હતું.રેડ દરમિયાન પાલ પોલીસે હોટલમાંથી એક પીડિત યુવતીને મુક્ત કરાવી હતી અને સુરક્ષિત સ્થળે ખસેડી હતી. પોલીસે દલાલ મુકેશ પવારની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર રેકેટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ રોહિત શર્મા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જે વોટ્‌સએપ ઓપરેટ કરીને આખું નેટવર્ક ચલાવતો હતો. હાલ પોલીસ દ્વારા રોહિત શર્માને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.