અમદાવાદ શહેરમાં શુક્રવારે બપોરે શાસ્ત્રીનગર રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બોપલ સ્થિતિ ડીપીએસ સ્કૂલની બસ અને ઇલેÂક્ટ્રક મોપેડ વચ્ચે થયેલી ટક્કરમાં મોપેડ સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા.મળતી માહિતી અનુસાર બપોરે અંદાજે ૨ઃ૧૫ વાગ્યે યુવક ઇલેÂક્ટ્રક મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાર રસ્તા નજીક સ્કૂલ બસની ટક્કર લાગી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે યુવક બસની નીચે આવી ગયો અને તેને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.









































