ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ પ્રો. (ડા.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન, આચાર્ય ડો. પ્રભુ નાયકા અને આચાર્ય ડા. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, કૃષિ વિસ્તરણ વિભાગના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડા. કે. વી. મશાલિયા દ્વારા એગ્રીમીટ ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા આયોજિત ૩૦ દિવસીય સમર સ્કૂલ ક્મ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દિવસ-૨૨ના સત્રમાં ‘નેચરલ ર્ફામિંગ ઃ અ પાથવે ટુ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર’ વિષય પર ઓનલાઈન વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૧૫૦ થી વધારે વરિષ્ઠ વૈજ્ઞાનિકો, યુવા વૈજ્ઞાનિકો, કૃષિ અધિકારીઓ,
કૃષિ વિદ્યાર્થીઓ, અને પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંકલન ફાઉન્ડેશનના ડા. રેવાંગિની રાંઝા, પ્રોગ્રામ કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં ડા. મશાલિયાએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિધ્ધાંતો, ભારતીય કૃષિ પરંપરાનું વૈજ્ઞાનિક મહત્વ, જમીનની ફળદ્રુપતા જાળવવા માટેની પધ્ધતિઓ, બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન, જૈવ વૈવિધ્યતા આધારિત ખેતી તેમજ સ્થાનિક સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.