એક દિવસના વિલંબ પછી ચોમાસાના વાદળો રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં પહોંચી ગયા છે. આ સાથે, દેશભરમાં ચોમાસું સક્રિય થયું છે.દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. દિલ્હી-એનસીઆરના મોટાભાગના રસ્તાઓ પર વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. મહારાષ્ટÙ, કેરળ અને રાજસ્થાનમાં પણ વરસાદને કારણે નુકસાનના અહેવાલો છે.
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં બુધવાર રાતથી ચાલુ રહેલો વરસાદ સવારે વધુ તીવ્ર બન્યો. લગભગ ૧ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો. દિલ્હીના સફદરજંગમાં ૭૨.૬ મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તરપૂર્વ દિલ્હીના તુખ્મીરપુરમાં સૌથી વધુ ૧૬૦ મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે શુક્રવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ૧૮ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન ૮૫ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્્યતા છે. ભારે વરસાદે ફરી એકવાર શહેરી માળખાગત સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ છતી કરી છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં રસ્તાઓ નહેરમાં ફેરવાઈ ગયા છે.વરસાદને કારણે ઉત્તરાખંડમાં પાણી ભરાઈ ગયા છે. ભૂસ્ખલનથી ૧૦૭ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ગઢવાલ અને કુમાઉમાં ભારે વરસાદ પડ્યો. રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડ્યો. ચિત્તોડગઢના બડેસર અને નિમ્બાહેરા, ભરતપુરના બાયનામાં સૌથી વધુ ૯૦ મીમી વરસાદ પડ્યો છે. કોટા અને ભરતપુર વિભાગ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દરમિયાન, મહારાષ્ટÙના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પિંપરી ચિંચવાડમાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટમાં કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો, જેના કારણે એક ઇમારત નીચે દટાઈ ગઈ. કાટમાળમાંથી એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે આઠ અન્ય લોકો ફસાયેલા હોવાની આશંકા છે. વરસાદે થાણેમાં એક અઠવાડિયામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ૧૩૬ ઘરો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે ધરાશાયી થયા છે.દિલ્હી-એનસીઆરમાં મુશળધાર વરસાદને કારણે મેહરૌલી-બદરપુર રોડ, વિકાસ માર્ગ, દિલ્હી-નોઈડા એક્સપ્રેસવે અને એનએચ-૯ (ગાઝીપુર અને અક્ષરધામ) પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા. કૈલાશના પૂર્વમાં બે મોટા વૃક્ષો ઉખડી ગયા. ઇસ્કોન મંદિર અને રાષ્ટÙીય હૃદય સંસ્થા પાસે એક કાર ઝાડ નીચે કચડી ગઈ. સમયપુર બાદલીમાં, એક માસૂમ બાળક, રેહાન, ખાલી પ્લોટમાં ભરાયેલા વરસાદી પાણીમાં ડૂબી ગયો. તે તેના નાના ભાઈ સાથે ત્યાં ગયો હતો અને લપસીને પાણીમાં પડી ગયો.
દિલ્હીમાં ભારે વરસાદને કારણે વર્ષની પહેલી સારી હવા ગુણવત્તા જાવા મળી.દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૪૮ નોંધવામાં આવ્યો હતો, જે લગભગ ત્રણ વર્ષ પછી સારી શ્રેણીમાં આવી ગયો છે.ગુરુવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા, કેરળના વાયનાડમાં એક સુરંગમાં ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક છ થયો. બે લોકો હજુ પણ ગુમ છે.કિન્નૌરમાં પૂરના કારણે ૧૦૦ ફૂટ લાંબો લોખંડનો પુલ ડૂબી ગયો, જેના કારણે લિપ્પા ગામ બાકીના વિસ્તારથી કપાઈ ગયું. લોખંડનો પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો. પુલની નજીકના ઘણા ઘરો પણ જાખમમાં છે.









































