દામનગરના સુવાગઢ જલાલપુર વિકળીયા રોડ પર આવેલી વાડીએથી રૂ. ૪૩ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ અંગે ભુપતભાઇ કલાભાઇ સાંગા (ઉ.વ. ૫૪)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સુવાગઢ જલાલપુર વિકળીયા રોડ પર આવેલી તેમની વાડીએથી પાણી ખેંચવાની મોટરનો ૨૦૦ ફૂટનો ઇલેક્ટ્રિક કેબલ વાયર, ૮૦ ફૂટ પાણી ખેંચવાની પાઇપ (ડંડો), ઝટકા મશીન, બેટરી, સોલાર પ્લેટ તથા ઝટકા બાંધવાની ૨૦ પાઇપ અને પેનલ બોર્ડ મળી કુલ રૂ. ૪૩,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.એ. ચારોલા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































