સતત વરસાદને કારણે સાવરકુંડલાના વોર્ડ નં. ૨ના શિવાજી નગર વિસ્તારમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. જાણ થતા જ સાવરકુંડલા નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વરસાદથી રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો.