વર્તમાન ટેકનોલોજીના યુગમાં નવી પેઢીને પ્રકૃતિ સાથે ફરીથી જોડવાના આશયથી સાવરકુંડલામાં એક સરાહનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવરંગ નેચર ક્લબ, હનુમાનજી આશ્રમ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પર્યાવરણલક્ષી જાગૃતિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ અભિયાનના મુખ્ય કેન્દ્રબિંદુ ‘શાકભાજી બીજ વિતરણ’ અંતર્ગત વી.ડી. બાલા, પ્રિયાંકભાઈ પાંધી, સતીશ પાંડે અને સાર્થકભાઈ ઠાકરની ટીમે એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, મૂળરાજ ધરમસિંહ પ્રાથમિક શાળા, જે.વી. મોદી હાઈસ્કૂલ, સિગ્મા સ્કૂલ અને તાલુકા કન્યા શાળાના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને શાકભાજીના શુધ્ધ તેમજ ઓર્ગેનિક બીજ આપીને ધરતીના ખોળામાં તેનું વાવેતર કરવાનો પવિત્ર સંદેશ આપવામાં આવ્યો હતો.







































