કોડિનારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.૧ થી ૩૦ જૂન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત વેરાવળ, સૂત્રાપાડા, કોડિનાર, ગીરગઢડા અને તાલાલા તાલુકાના ૧૦૦ જેટલા ગામોમાં ૪૪૦૦થી વધુ ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ પધ્ધતિઓ, અલનીનોની અસર અને તેના પગલા નિવારણ સહિતની ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જુદા-જુદા વિષય નિષ્ણાંતો દ્વારા જમીન ચકાસણીનું મહત્વ અને તેના દ્વારા ખેતી ખર્ચમાં થતા ઘટાડા વિશે, સંતુલિત ખાતરનો ઉપયોગ, લીલા પડવાશનું વાવેતર કરી જમીનની ફળદ્રુપતા વધારવા,પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેમના જુદા-જુદા ઘટકો વિશે તથા જૈવિક ખાતર અને ખેતીમાં અલનિનોની અસર વિશે પણ માહિતી આપવામાં આવી હતી.