ધોરાજીનાં ભાદર કેનાલ પાસે તાજેતરમાં ત્રણ બાવળ ગેરકાયદે રીતે કાપવામાં આવ્યા હતા. આ અંગેની જાણ ધોરાજી ફોરેસ્ટ વિભાગને થતાં ફોરેસ્ટ ઓફિસર નિહારીકાબેન પંડયા અને તેમની ટીમ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં જુનાગઢનાં અલગ અલગ ગામનાં કુલ પાંચ વ્યક્તિઓને પકડીને વન વિભાગ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ અને તેમની પાસેથી રૂ. ૬૦,૦૦૦ દંડ પેટે વસુલાત કરવામાં આવેલ.