ભાવનગર રેન્જમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત રાજુલા પોલીસે એક વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના લીસ્ટેડ આરોપીને ઝડપી પાડ્‌યો છે. નાયબ પોલીસ અધિક્ષક (રાજુલા વિભાગ)ના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાની રાહબારી હેઠળ રાજુલા પોલીસ ટીમે આ સફળ કામગીરી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, રાજુલા પોલીસ મથકના વર્ષ ૨૦૨૪ના ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી દિનેશભાઇ ધીરૂભાઇ વાઘેલા (રહે. ગુંદરણ, તા. લીલીયા, જી. અમરેલી) છેલ્લા એક વર્ષથી ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ આરોપી સામે નામદાર કોર્ટ દ્વારા મ્દ્ગજીજી કલમ ૭૨ મુજબ ધરપકડ વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.