ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ નવી સુવિધા શરૂ થતા ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને હવે સારવાર માટે દૂર જવાની જરૂર ઓછી રહેશે. સ્થાનિક સ્તરે જ ગુણવત્તાસભર ડાયાલિસિસ સારવાર મળતા દર્દીઓનો સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે. આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવા માટે આ સેન્ટર મહત્વપૂર્ણ સાબિત બનશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. લોકાર્પણ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપારેલીયા, ધારી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ સાવલિયા, નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટણી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.










































