કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ૨૫ જુલાઈના રોજ બપોરે ૨ વાગ્યેને ૧૮ મિનિટ પર પોતાના એક્સ અકાઉન્ટ પર ૨ પાનાનો લેટર પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. હવે ત્યાર બાદ જંતર મંતર પર જશ્નનો માહોલ છે અને છાત્રો ખુશીઓ મનાવતા હોય તેવા વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર રિએક્શનના વીડિયો સામે આવી રહ્યા છે.
ધર્મેન્દ્ર પ્રધાને ૨ પાનાનો લેટર લખ્યો છે, જેમાં તેમની મુખ્ય લાઈન એ હતી કે, જંતર-મંતર પર અને દેશમાં જે સ્થિતિ બનેલી છે, આ સ્થિતિનો રાષ્ટ્ર વિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા બની રહે. ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન ફસાય, આપણા બાળકો તેમનો સમય ભણતરમાં લગાવે, કરિયર બનાવવા પર ફોકસ કરે. આ વાત પર વિચાર કરતા મેં મારું ત્યાગપત્ર માનનીય પ્રધાનમંત્રીજીને મોકલી લીધું છે.
એક્સ પર સચિન ગુપ્તાએ વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે, આખરે આ દેશના છાત્રો જીતી ગયા. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થયું. એનટીએના તમામ ઓફિસર્સ હટાવી દીધા. શિક્ષણ સચિવ બદલી દીધા. વીડિયોમાં વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમતા જાઈ શકાય છે.
સીજેપીના ફાઉન્ડરએ પ્રધાનના રાજીનામા પર કહ્યું કે, ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિએ. તેમની કહેલી દરેક વાત અહીં બેઠેલા લોકો ખુશીથી ઝૂમવા લાગ્યા હતા. અભિજીત દીપકેનું પ્રથમ રિએક્શન પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયું









































