અમરેલી જિલ્લામાં મોબાઈલ ફોન અને સીમકાર્ડના વેચાણ તથા રિપેરિંગ કરનારાઓ માટે મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. મોબાઈલ, સીમકાર્ડ વેચાણકર્તા, ડિસ્ટ્રીબ્યુટર અને રિટેઈલરોએ ગ્રાહકના નામ, ઓળખપત્ર અને રહેઠાણના પુરાવાની ચકાસણી કરી રજિસ્ટર નિભાવવું ફરજિયાત રહેશે. રજિસ્ટરમાં મોબાઈલની કંપની, આઈ.એમ.ઈ.આઈ. નંબર, વેચનાર અને ખરીદનારનું નામ-સરનામું તથા આઈ.ડી.પ્રૂફની નકલ સહિતની વિગતો નોંધવી પડશે. સીમકાર્ડ માટે કંપનીનું નામ, નંબર અને ખરીદનારની સહિ પણ લેવાની રહેશે. આ હુકમ તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અમલી રહેશે.







































