અમરેલીના વાંકિયા ખાતે યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ વાંકિયા ખાતે ઈફકો IFFCO અને અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લિ. (FPO)ના સંયુક્ત ઉપક્રમે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઈફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, સાવરકુંડલા APMCના અધ્યક્ષ દીપકભાઈ માલાણી તથા અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણી સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂત સભામાં નિષ્ણાતો દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નેનો યુરિયા અને નેનો DAPના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા જાળવવા, પાકની ગુણવત્તા સુધારવા તથા ખાતરના ખર્ચમાં ઘટાડો કરવા અંગે માહિતી અપાઈ હતી. તેમજ ઈફકો MCની વિવિધ દવાઓ અને તેના યોગ્ય ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહકારી અગ્રણીઓએ ખેડૂતોને FPO સાથે જોડાઈ આર્થિક રીતે સમૃધ્ધ બનવા આહ્વાન કર્યું હતું.










































