સાવરકુંડલાની શ્રી કે.કે. હાઈસ્કૂલમાં ૨૬ ડિસેમ્બરના રોજ ‘વીર બાલ દિવસ’ની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહજીના સાહેબઝાદા જોરાવરસિંહ અને ફતેહસિંહજીના સર્વોચ્ચ બલિદાનને યાદ કરવા આયોજિત આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ વિદ્યાર્થીઓને વીરતા અને દેશપ્રેમના પાઠ શીખવ્યા હતા. કાર્યક્રમમાં વીર બાળકોના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. જેન્તીભાઈ ખડદિયા, તૃપ્તિબેન ભરાડ, રાહુલભાઈ ડાભી અને નુતનબેન ચૌધરીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.








































