સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે યોજાયેલી ‘રિપબ્લિક ડે પરેડ’ની પસંદગી પ્રક્રિયામાં અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજના NSS વિભાગની T.Y. B.A.ની વિદ્યાર્થિનીઓ વાઘેલા ઊર્મિલા અને ભાદરકા રેણુની પસંદગી થઈ છે. બંને વિદ્યાર્થિનીઓએ પોતાની શારીરિક ક્ષમતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને દેશભક્તિની ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કરીને કાલેજ તથા NSS વિભાગનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય કક્ષાની પરેડમાં પસંદ પામેલી આ છાત્રો હવે આગામી તબક્કા માટે અમદાવાદ ખાતે યોજાનારા કેમ્પમાં ભાગ લેશે. આ ઉત્કૃષ્ટ સિધ્ધિ બદલ કાલેજના આચાર્ય વિલાસબેન સોરઠિયા, NSS પ્રોગ્રામ આૅફિસર ડા. નિરૂપા ટાંક અને સમગ્ર કાલેજ પરિવારે બંને વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ પણ સફળતા મેળવવા શુભેચ્છાઓ આપી હતી. આ સિધ્ધિ અન્ય વિદ્યાર્થિનીઓ માટે પ્રેરણાદાયી બની રહી છે.








































