સુત્રાપાડાના જગદીશ જેસાભાઈ રામની વાડીમાંથી જાળમાં ફસાયેલ અજગર મળી આવતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી. જાણ થતાં સુત્રાપાડા રાઉન્ડના વનવિભાગના સ્ટાફે સ્થળ પર પહોંચી તકેદારીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે જાળમાં ફસાયેલા અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ અજગરને વનવિભાગ દ્વારા સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતાં વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.










































