અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત એમ. એલ. કાકડીયા MCA મહિલા કોલેજ-અમરેલીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના MCA સેમેસ્ટર-IIના યુનિવર્સિટી પરિણામમાં સમગ્ર યુનિવર્સિટી ટોપટેનમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. આ ઉપરાંત કોલેજની ત્રણ વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટી મેરિટ લિસ્ટના ટોપટેનમાં સ્થાન મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.આ યુનિવર્સિટી પરિણામમાં કોલેજની વિદ્યાર્થીની પરમાર બંસરી એમ. ૯.૮૨ SPI સાથે યુનિવર્સિટીમાં ૫મો ક્રમ, ઠુંમ્મર મીલી એ. ૯.૮૨ SPI સાથે યુનિવર્સિટીમાં ૬ઠ્ઠો ક્રમ અને સાદરાણી અમી એન. ૯.૭૩ SPI સાથે યુનિવર્સિટીમાં ૭મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિધ્ધિ બદલ અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત એમ. એલ. કાકડીયા MCA મહિલા કોલેજ પરિવાર તરફથી સ્ટાફ, તમામ વિદ્યાર્થીનીઓ અને રેન્કર વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.









































