સાવરકુંડલાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અખાત્રીજના પવિત્ર દિવસે સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના સંકલ્પથી ગુરુ ગોપાળાનંદ સ્વામી યજ્ઞશાળામાં બીજ મંત્ર જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિના આચાર્ય પદે વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી રવિન્દ્ર મહારાજે સેવા આપી હતી. આ મંગલ અવસરે ગુરુકુળ વિજ્ઞાન પ્રવાહના નવનિર્મિત ત્રણ વર્ગ ખંડોનું ઉદઘાટન પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી તથા અન્ય વરિષ્ઠ સંતો અને જૂનાગઢથી પધારેલા પૂર્ણપ્રકાશ સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.