બગસરાના ગાયત્રીનગર વિસ્તારમાં નવનિર્માણ પામેલ ચંપારણ્યધામ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે આગામી ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વલ્લભકુલ પરિવાર અમરેલીના નિત્યલીલા ૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી તથા ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રીના આશીર્વાદથી નિર્મિત આ નૂતન નંદાલયના મુખ્ય મનોરથી સ્વ. સાવતીબેન શાંતિલાલ કેસરિયા મેમોરિયલ ટ્રસ્ટ હસ્તે કાળુભાઈ કેસરિયા પરિવાર છે. આ મહોત્સવ દરમિયાન વાસ્તુપૂજન, ભવ્ય શોભાયાત્રા, પલના નંદ મહોત્સવ, બંગલા મનોરથ અને છપ્પન ભોગ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે અમરેલીથી દ્વારકેશલાલજી મહારાજ, પુરુષોત્તમલાલજી મહારાજ તેમજ બિલખાથી લલિતકુમારજી, મનુકુમારજી અને અનુગ્રહકુમારજી મહારાજશ્રી ઉપસ્થિત રહી વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે.








































