અમરેલીના ચક્કગઢ ગામની સીમમાં કેબલ ચોરીની ઘટના સામે આવી છે. ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરના બોરમાંથી અજાણ્યા તસ્કરો કિંમતી કેબલ વાયર કાપીને ફરાર થઈ ગયા હતા. કૌશિકભાઈ રવજીભાઈ પટેલે અજાણ્યા તસ્કર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની અને સાહેદની વાડીમાં આવેલા બોરની મોટર સાથે જોડાયેલો આશરે ૧૫૦ ફૂટ લાંબો કેબલ વાયર ચોરી થયો છે.ચોરી થયેલા આ કેબલ વાયરની અંદાજિત
કિંમત રૂ. ૧૨,૦૦૦ જણાવવામાં આવી છે. સવારે જ્યારે ખેડૂત વાડીએ પહોંચ્યા ત્યારે બોરનો વાયર કપાયેલી હાલતમાં જોવા મળતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. ખેતરોમાં થતી આવી વારંવારની ચોરીઓને કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ રાત્રી પેટ્રોલીંગ વધારવા માંગ કરી છે.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.