જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પીપરડી ગામ નજીક પુલ ઉપર બોલેરોમાંથી દારૂની ૨૦૧૬ બોટલ પકડાઈ હતી. લલિત ઉર્ફે લાલો પુરુષોત્તમભાઈ જમોડ (ઉ.વ. ૩૨) ગુજરાત બહારથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ આયાત કરી અમરેલી જિલ્લામાં વેચાણ કરવાના ઇરાદે બોલેરોમાં ભરીને લઈ જતો હતો ત્યારે ઝડપાયો હતો.બોલેરોમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂની, પ્લાસ્ટિકની એકસરખું પ્રવાહી ભરેલી ૧૮૦ એમ.એલ.ની રીંગપેક કુલ ૨૦૧૬ બોટલ મળી આવી હતી. પોલીસે મોબાઈલ ફોન નંગ-૧, બોલેરો ગાડી અને દારૂની બોટલો મળી કુલ રૂ. ૮,૦૪,૧૭૬નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લામાં અન્ય ૧૩ લોકો પાસેથી દેશી દારૂ પકડાયો હતો, જ્યારે ૧૩ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી.