ધારીના દલખાણીયા ગામે એક યુવકે ગાલો બોલવાની ના પાડતાં છરી ઉગામી મારવા દોડ્યો હો. તેમજ પરિવારના સભ્યોને જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે રજનીભાઈ રવજીભાઈ સાવલીયા (ઉ.વ.૩૦)એ આશિષભાઈ વાઝા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમને તથા તેના પરિવારને બેફામ ગાળો આપતો હતો. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં હાથમાં છરી લઈને મારવા તેમના ઘર સુધી આવ્યો હતો. ઉપરાંત તેમને તથા તેના પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ એચ વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.










































