વંડા ગામની યુવતી પર સુરતમાં સાસરિયાએ સિતમ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. દયાબેન લખમણભાઇ ગોહિલ (ઉ.વ.૩૭)એ સુરતમાં રહેતા પતિ ઘનશ્યામભાઇ વિનુભાઇ રાઠોડ, સસરા વિનુભાઇ સવજીભાઇ રાઠોડ તથા સાસુ હંસાબેન વિનુભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ તેમને શારીરીક માનસિક દુખ ત્રાસ આપ્યો હતો. પતિ, સાસુ તથા સસરાએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.તેમજ સસરાએ દહેજની માંગણી કરી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એમ. વિંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે.









































