અમરેલી પોસ્ટલ ડિવિઝન હેઠળની ટપાલ કચેરીઓ દ્વારા મળતી સેવાઓ અંગે ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે તા.૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે અમરેલી ખાતે વિભાગીય ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી પોસ્ટલ ડિવિઝનને લગતા પ્રશ્નોની રજૂઆત ડી.એસ. ભૂતેયા, આઈ.પી.ઓ. (પી.જી.), અમરેલી ડિવિઝનને તા.૨૮ ઓગસ્ટ સુધીમાં મોકલવાની રહેશે. ટપાલ સેવાઓ અંગેની ફરિયાદ ઈ-મેઈલ દ્વારા પણ કરી શકાશે. નિયત તારીખ સુધી મળેલી અરજીઓ પર ડાક અદાલતમાં વિચારણા કરવામાં આવશે. પ્રશ્નો સ્પષ્ટ અને મુદ્દાસર હોવા જરૂરી છે. નીતિ વિષયક તથા સમુદાય પ્રકારની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અરજદારોને સ્થળે સ્વખર્ચે હાજર રહેવાની રહેશે.