ઉના તાલુકાના સનખડા ગામે આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા એક મહિનાથી MBBS તબીબ વિના ચાલી રહ્યું છે. સનખડાની ૮ હજારથી વધુ વસ્તી ઉપરાંત આસપાસના ૧૩ ગામોના લોકો સારવાર માટે આ PHC પર નિર્ભર છે. તબીબની બદલી બાદ જગ્યા ખાલી રહેતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. PHCમાં દરરોજ અંદાજે ૮૦ જેટલીઁ OPD રહેતી હોવાનું જાણવા મળે છે. સામાન્ય બીમારીથી લઈને તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને તબીબી સલાહ માટે અન્ય સ્થળે જવું પડે છે. ખાસ કરીને વૃધ્ધો, મહિલાઓ અને બાળકોને વધુ હાલાકી ભોગવવી પડે છે. દર્દીઓએ સનખડા PHCમાં તાત્કાલિક કાયમી MBBS તબીબની નિમણૂક કરવાની માંગ કરી છે. લાંબા સમયથી તબીબની જગ્યા ખાલી રહેતા આરોગ્ય સેવાઓ સામે સવાલો ઊભા થયા છે.