બગસરા રામદેવપીર મંદિરના મહંત સ્વ. છગન ભગતની ૧૪મી પુણ્યતિથિ નિમિત્તે શનિવાર, તા. ૨૨ ઓગસ્ટના રોજ બગસરા તાલુકાના માધ્યમિક વિભાગના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે. રામદેવપીર મંદિર, ટેલિફોન એક્સચેન્જ ખાતે આવેલા સ્વ. છગન ભગતના સમાધિ સ્થાન પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સુરતના અગ્રણી ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે, પૂજ્ય પિતાજી છગન ભગતને વિદાય લીધે ૧૪ વર્ષ પૂર્ણ થયા છે. તેમની સ્મૃતિ કાયમી જળવાઈ રહે તે માટે છગનભાઈ ગાંડાભાઈ વસાણી સદભાવના ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. કાર્યક્રમમાં રાજકીય-સામાજિક આગેવાનો તેમજ સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.






































