ચલાલા-સાવરકુંડલા રોડ પર આવેલા નેરામાં પત્તા ટીચતાં ૯ ઈસમો રૂ. ૪૨,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, કેતનભાઇ મનસુખભાઇ મકવાણા, રાજુભાઇ ધીરુભાઇ કણસાગરા, રાહુલભાઇ મનુભાઇ ચૌહાણ, મહેશભાઇ ખોડાભાઇ નગવાડીયા, મહેશભાઇ બાલુભાઇ જેઠવા, ફીરોજભાઇ નજરમહંમદ બ્લોચ અને રાકેશ ગેલાભાઇ ઝખવાડીયા સહિત કુલ ૯ લોકો નેરામાં જાહેરમાં ટોર્ચ લાઇટના અજવાળે પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ. ૪૨,૨૦૦ તથા ટોર્ચ લાઈટ મળી કુલ રૂ. ૪૨,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ખોડાભાઈ બગડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.