સાવરકુંડલા શહેર અને તાલુકામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી કલ્યાણેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, રિધ્ધિ-સિધ્ધિનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી. મંદિરોમાં ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી વાતાવરણ શિવમય બની ગયું હતું. ભક્તોએ પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.








































