અમરેલી જિલ્લા ABRSM દ્વારા ૧૭ ઓગસ્ટના રોજ વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેરળ રાજ્યમાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સંબંધિત ક્વિઝમાં પ્રશ્ન પૂછવા બાબતે શિક્ષક ગુરુપ્રસાદની ફરજ મોકૂફીનો હુકમ તાત્કાલિક રદ કરી તેમને પુનઃસ્થાપિત કરવા માટે વડાપ્રધાન, કેરળના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને જિલ્લા કલેકટર મારફતે રજૂઆત કરવામાં આવી હતી.સાબરકાંઠા જિલ્લાના હસનપુર પ્રાથમિક શાળામાંPM POSHAN મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શિક્ષકની ફરજમુક્તિ અને અન્યત્ર બદલીના હુકમની તેમજ આચાર્યને આપવામાં આવેલી ચાર્જશીટની પુનઃવિચારણા કરી બંને હુકમો રદ કરવા માંગ કરવામાં આવી હતી. શિક્ષકને મૂળ ફરજના સ્થળે પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.