ચલાલા ખાતે ગાયત્રી સંસ્કાર ધામના સોમનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપૂજાનો ભક્તિભાવપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે સંસ્થાના વડા પ.પૂ. સંત ડા. રતિદાદા, ભારત ભૂષણ મહેશભાઈ, ડાયરેક્ટર શીતલબેન, શિક્ષકો, સ્ટાફ અને શિવભક્તોએ મહાપૂજાનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન દરરોજ મહાપૂજા, આરતી અને વિશેષ શણગાર યોજાશે. ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા શિવભક્તોને દર્શન તથા ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા આમંત્રણ અપાયું છે.








































