સાવરકુંડલાની ધરતી પર રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રતિક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા આકાર લઈ રહી છે. નિર્માણાધીન પ્રતિમા સ્થળે રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરત સુતરીયા તથા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. સરદાર પટેલની આ પ્રતિમા માત્ર સ્મારક નહીં, પરંતુ તેમની રાષ્ટ્રનિષ્ઠા, એકતા અને અખંડિતતાના સંદેશને આવનારી પેઢી સુધી પહોંચાડતું પ્રેરણાસ્થળ બનશે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ રાજકીય, સામાજિક અને સેવાભાવી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








































