સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ઉજવણી અંતર્ગત ચિત્ર, રંગોળી, નિબંધ, ક્વિઝ, ચેસ, વક્તૃત્વ અને વેશભૂષા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત ભવ્ય ત્રિરંગા રેલી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો જોડાયા હતા. વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાઓથી કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન પાઠવાયા હતા.










































