અમેરિકાના મેસેચ્યુસેટ્‌સ રાજ્યમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. ૧૭ વર્ષીય ભારતીય મૂળના કિશોર પર પોતાના ઘરમાં તેની માતા અને નાના ભાઈની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક્ટનના રહેવાસી અર્જુન અરવિંદ પર તેના ૧૪ વર્ષના ભાઈ સિદ્ધાર્થ અરવિંદ અને તેની ૪૫ વર્ષની માતા સુધા વેંકટેશનના મૃત્યુમાં હત્યાના બે ગુના, પરિવાર અથવા ઘરના સભ્ય પર હુમલો અને મારપીટના બે ગુના, પરવાનગી વિના વાહનનો ઉપયોગ અને મોટર વાહન ચોરીના બે ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે અર્જુને મંગળવારે ઘરે તેની માતા અને ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો અને પછી ભાગી ગયો હતો. સિદ્ધાર્થ અને સુધા “ગંભીર રીતે ઘાયલ” મળી આવ્યા હતા. હત્યામાં કયા પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
મિડલસેક્સ ડિસ્ટ્રક્ટ એટર્ની મેરિયાન રાયન અને એક્ટન પોલીસ ચીફ ડગ્લાસ સ્ટર્નિઓલોએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ અને સુધા મંગળવારે બોસ્ટનથી લગભગ ૪૮ કિલોમીટર દૂર એક્ટનમાં માર્થા લેન પરના તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે એક્ટન પોલીસને ૧૧ ઓગસ્ટના રોજ સાંજે ૬ઃ૩૭ વાગ્યે અર્જુનના પિતાનો ફોન આવ્યો હતો.મણે કહ્યું કે તેઓ તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી શક્્યા નથી. માર્થા લેન પરના ઘરમાં પહોંચ્યા પછી, પોલીસને બંને મૃત હાલતમાં મળી આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થનો મૃતદેહ પહેલા માળે મળી આવ્યો હતો, અને સુધાનો મૃતદેહ બેઝમેન્ટ ફ્લોર પર મળી આવ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે અર્જુન ઘરે નહોતો અને તે તેની માતાની કાર લઈને ભાગી ગયો હતો. પોલીસ ટીમોએ નજીકના સીસીટીવી કેમેરા સ્કેન કર્યા હતા અને શંકાસ્પદ વ્યÂક્ત વિશે સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ કરી હતી. ઘણી મહેનત પછી, તપાસકર્તાઓએ બુધવારે વહેલી સવારે મેસેચ્યુસેટ્‌સના વેલેન્ડમાં એક પા‹કગ લોટમાંથી અર્જુનને પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.