લાઠી શહેરમાં બીરાજમાન પૌરાણિક અને આસ્થાના પ્રતિક ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ઘાટલિયા પરિવારે ધાર્મિક સામગ્રી અર્પણ કરી હતી.લાઠીમાં વસવાટ કરતા સ્વ. પ્રજાપતિ ભીમાભાઈ ટુપાભાઈ ઘાટલિયા પરિવારને ભીડભંજન મહાદેવ પ્રત્યે વર્ષોથી અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રહ્યો છે. પરિવાર દ્વારા અગાઉ દાદાના શિવલિંગ માટે ચાંદી તથા ઝર્મન સિલ્વર ધાતુનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પરંપરાને આગળ ધપાવતા પરિવારના દીકરા-દીકરીઓ દ્વારા આજે ભીડભંજન મહાદેવના ચરણોમાં ઝર્મન સિલ્વર ધાતુથી તૈયાર કરાયેલા પંચસર્પ નાગદેવતા, ત્રિશૂળ, જલધારી, મહાઆરતી દીવેલિયું, પંચાક્ષર મંત્ર, બે ગજર તેમજ મંદિરની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અર્પણ કરવામાં આવ્યા હતા.







































