અમરેલી ડિવિઝન હેઠળના કોડીનાર એસટી ડેપોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા છેલ્લા બે દિવસથી વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાન અંતર્ગત કોડીનાર એસટી ડેપો અને વર્કશોપ પરિસરમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડેપો પરિસર તથાઆસપાસના વિસ્તારોમાંથી કચરો દૂર કરી સ્વચ્છતા જાળવવામાં આવી હતી. મુસાફરો અને કર્મચારીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે હેતુથી સફાઈ પર ખાસ ભાર મૂકાયો હતો. આ કામગીરીમાં ડેપો મેનેજર હસમુખભાઈ ગોંડલીયા, ટી.આઈ. ધર્મેન્દ્રભાઈ નિમાવત, એ.ટી.આઈ. કરસનભાઈ મોરી, અજીતભાઈ બારડ સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.