અમરેલી જિલ્લામાં યોજાનારા ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. ૧૫ ઓગસ્ટે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. કાર્યક્રમમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, પોલીસ બેન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મોટરસાઇકલ સ્ટંટ, ડોગ શો અને અશ્વ શો મુખ્ય આકર્ષણ રહેશે. વરસાદને ધ્યાનમાં રાખી વૈકલ્પિક સમયપત્રક પણ તૈયાર કરાયું છે. જિલ્લામાં કુલ રૂ. ૪૦૩.૨૧ કરોડના ખર્ચે ૬૬ વિકાસ કામોનું લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત થશે. તિરંગા યાત્રા, બાઈક રેલી, સાયકલ રેલી અને અન્ય કાર્યક્રમો પણ યોજાશે. શહેરમાં સફાઈ, રોશની, ર્પાકિંગ, આરોગ્ય અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.