રાજુલા શહેરમાં ઉદ્યોગ મંદિરની બાજુમાં આવેલ રામદૂત હનુમાનજી મંદિરે રામટેકરી વિસ્તારની બહેનો દ્વારા પ્રથમવાર ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના બીજા સોમવારે યોજાયેલા સત્સંગમાં બહેનોએ હનુમાનજી મહારાજને માળા અને થાળ ધરી ભક્તિભાવપૂર્વક ધૂનની રમઝટ બોલાવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું અને રામદૂત હનુમાનજી મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્‌યું હતું. આ પ્રસંગે બહેનો અને દીકરીઓ દ્વારા ઉપસ્થિત ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.