ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત છ રાજ્યો સ્વાઇન ફ્લૂ અથવા એચ૧એન૧ વાયરસથી પ્રભાવિત છે. અત્યાર સુધીમાં, રાષ્ટ્રીય રાજધાનીમાં ૧,૭૭૭ કેસ નોંધાયા છે. દરમિયાન, ઉત્તર પ્રદેશમાં ૩૩૭, હરિયાણામાં ૧૧૯ અને પંજાબમાં ૯૩ કેસની પુષ્ટિ થઈ છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ સલાહ જારી કરી છે અને હોસ્પિટલને એલર્ટ મોડ પર રહેવા કહ્યું છે.જાકે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. હાલમાં ફેલાતો સ્વાઇન ફ્લૂ વાયરસ કોઈ નવો પ્રકાર નથી. તે ૨૦૨૫ થી દેશમાં હાજર છે અને સતત દેખરેખ હેઠળ છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસ વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે રોગ દેખરેખ, પરીક્ષણ, હોસ્પીટલની તૈયારી અને સમયસર સારવાર માટે સૂચનાઓ જારી કરી. બધા રાજ્યોને દેખરેખ વધારવા અને ગંભીર દર્દીઓની વહેલી તકે ઓળખ કરવા કહેવામાં આવ્યું છે.
આ વર્ષે અત્યાર સુધીમાં, દિલ્હીમાં ઈન્ફલ્યુએન્ઝા છ ના ૨,૩૯૨ કેસ નોંધાયા છે. તેમાંથી ૧,૭૭૭ ૐ૧દ્ગ૧, અથવા સ્વાઇન ફ્લૂ છે. ગયા વર્ષે, આ જ સમયગાળા દરમિયાન ૨૨૯ કેસ નોંધાયા હતા, એટલે કે આ વર્ષે સ્વાઇન ફ્લૂના કેસ લગભગ આઠ ગણા વધ્યા છે. ૨૦ ઓગસ્ટના રોજ એક જ દિવસમાં ૧૧૪ કેસ નોંધાયા હતા. વધુમાં, એચ૩ ના ૧૩૮ કેસ અને એચ૧ ના ૩૭ કેસની પુષ્ટિ થઈ છે.૨૦ ઓગસ્ટ સુધીમાં ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા કેસોમાં, મોટાભાગના એનસીઆરના હતા. મેરઠ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં હાલમાં અગિયાર દર્દીઓ સારવાર હેઠળ છે.૧૫ ઓગસ્ટ સુધીમાં, મુંબઈ, મહારાષ્ટÙમાં ૩૦૯ કેસ નોંધાયા હતા. ગયા વર્ષે, આ જ સમયગાળા દરમિયાન આ સંખ્યા ફક્ત ૭૨ હતી, જે કેસોની સંખ્યામાં ચાર ગણો વધારો દર્શાવે છે. છત્તીસગઢમાં પણ બીજા કેસ મળી આવ્યો છે.વિશ્વ આરોગ્ય સંગઠનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડા. સૌમ્યા સ્વામિનાથને કહ્યું, “આ ચોમાસાને કારણે થતો મોસમી ઈન્ફલ્યુએન્ઝા છે.” વધુ સારી દેખરેખ અને વધેલા પરીક્ષણથી કેસની સંખ્યા વધી રહી છે. ગભરાવાની કોઈ જરૂર નથી, જાકે ઉચ્ચ જાખમ ધરાવતા લોકોએ સતર્ક રહેવું જાઈએ. ભીડવાળી જગ્યાઓ ટાળો. જા તમને ખાંસી કે શરદી હોય તો સાવધાની રાખો.