અમરેલી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય રાજુભાઇ મિલને રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકને પત્ર લખીને અગત્યની રજૂઆત કરી છે.તેમણે જણાવ્યુ છે કે અમરેલી શહેર વિસ્તારમાં પાંચ વર્ષથી પણ વધુ સમયથી સબરજીસ્ટ્રાર દ્વારા મોકલવામાં આવેલ ઇન્ડેક્ષ આધારિત મિલ્કત કાર્ડમાં જરૂરી નોંધણીઓ કરવામાં આવી નથી. આના લીધે સ્થાનિક મિલ્કત ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમણે માંગ કરી છે કે પડતર ઇન્ડેક્ષ આધારિત મિલ્કત કાર્ડમાં મિલ્કત ધારકના નામની નોંધણી સત્વરે કરવા માટે અમરેલી શહેર વિસ્તારના સબંધિત અધિકારીને કડક સુચનાઓ આપવામાં આવે.વધુમાં જણાવ્યુ છે કે જો મિલ્કત ધારક પાસે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ ઉપલબ્ધ હોય અને તે રજુ કરે, તો પછી ઇન્ડેક્ષનો વગર કારણનો આગ્રહ ન રાખવો જોઈએ. આ બાબતે પણ સબંધિત અધિકારીઓને તાત્કાલિક સુચના આપવી જોઈએ જેથી લોકોને પડતી હાલાકીનો અંત આવે.











































