બગસરા મુકામે રામદેવપીર મંદિરે સ્વ. છગન ભગત વસાણીની ૧૪મી પુણ્યતિથિ નિમિત્તે માધ્યમિક શાળાના સર્વે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. નાલંદા શાળાની બાળાઓના સ્વાગત ગીત અને રાષ્ટ્રગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સુરતના અગ્રણી ઘનશ્યામ બિરલાએ પિતાની સ્મૃતિ જીવંત રાખવા સ્થાપેલા છગનભાઈ ગાંડાભાઈ વસાણી સદભાવના ટ્રસ્ટ દ્વારા રક્તદાન, વૃક્ષારોપણ અને કિટ વિતરણ જેવા સેવાકાર્યો કરવામાં આવે છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયા અને પર્યાવરણ ક્ષેત્રે યોગદાન બદલ ચેતન દેવલુકનું સન્માન કરાયું હતું. જે. કે. ઠેસિયા, વિપુલ ભેસાણીયા અને વિવિધ સમાજના પ્રમુખોએ હાજરી આપી બિરલાને બિરદાવ્યા હતા. સોનલબેન અને દયાબેને સંચાલન કર્યું તથા વહીવટી કમિટીએ કાર્યક્રમ સફળ બનાવ્યો.











































