શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૧માં નોંધાયેલા સગીરા સાથેના દુષ્કર્મના ગંભીર કેસમાં અમદાવાદ સ્પે પોક્સો કોર્ટે આરોપી દેવરાજ ચૌધરીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ પીડિતાને ૪ લાખનું વળતર ચૂકવવા સંબંધિત ઓથોરિટીને આદેશ કર્યો છે.કેસ અંગે હકીકત એવી છે કે, ઘટના સમયે ૧૪ વર્ષ અને ૧૦ મહિનાની ઉંમર ધરાવતી સગીરાને આરોપી દેવરાજે પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની અને સારી રીતે રાખવાની લાલચ આપીને આરોપી જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧ દરમિયાન તેણીને ચાણક્યપૂરી વિસ્તારમાં આવેલા ભાડાના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની સંમતિ વિના અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી.બાદમાં ૨૩ મે, ૨૦૨૧ના રોજ આરોપી સગીરાને ભગાડીને ઉત્તર પ્રદેશના અલીગઢ લઈ ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન સગીરાને શોધી કાઢવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલવા પર આવતા સગીરાની મેડિકલ તપાસમાં તે ૨૬થી ૨૮ અઠવાડિયાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. તપાસ દરમિયાન કરવામાં આવેલા ડ્ઢદ્ગછ પરીક્ષણના રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, આરોપી દેવરાજ જ બાળકીને જન્મ આપનાર સગીરાનો પિતા છે. કોર્ટ સમક્ષ એવી પણ માહિતી રજૂ કરવામાં આવી હતી કે આરોપી સામે ઉત્તર પ્રદેશમાં અન્ય એક ગુનો પણ નોંધાયેલો છે અને હાલમાં તે ત્યાંની જેલમાં બંધ છે. સાથે જ ડ્ઢદ્ગછ વૈજ્ઞાનિક પુરાવો કેસમાં મહત્વનો સાબિત થયો.કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોર દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો, ૭ સાક્ષીઓની જુબાની અને ૧૫ દસ્તાવેજી પુરાવાઓના આધારે વિશેષ પોક્સો જજ એચ.એન. દેસાઈએ આરોપીને દોષિત ઠેરવી તમામ પુરાવાઓ અને હકીકતોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી તેમજ પીડિતાના પુનર્વસન માટે ?૪ લાખના વળતર ચુકવવાનો કોર્ટે આદેશ કર્યો હતો.








































