અમરેલી પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે છેલ્લા ત્રણ વર્ષથી પકડ વોરંટમાં નાસતા-ફરતા આરોપીને સુરતના કડોદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ છ વર્ષ અગાઉ મિત્ર સાથે દવાની એજન્સીના વ્યવસાયમાં રોકાણ કર્યું હતું. વ્યવસાયમાં નુકસાન થતાં નાણાંની લેવડદેવડનો વિવાદ થયો હતો. ફરિયાદીએ અમરેલી કોર્ટમાં કેસ દાખલ કરતાં આરોપી સામે પકડ વોરંટ જારી થયું હતું. પોલીસે ગુપ્ત બાતમીના આધારે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસને સોંપ્યો છે.










































