ખાંભામાં એક યુવકે માનસિક રીતે કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે લક્કીરાજસિંહ ઘનશ્યામસિંહ રાઠોડ (ઉં.વ.૨૪)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, મૃતક રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાઠોડ (ઉં.વ.૨૫)નો કામ-ધંધો બરાબર ચાલતો નહોતો અને ઓછું ભણેલા હોવાથી સારી નોકરી મળતી નહોતી. જેથી તેઓ માનસિક રીતે કંટાળી ગયા હતા અને ગળાફાંસો ખાતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ડી.એન. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.








































